ગુજરાત
News of Monday, 4th December 2017

આણંદમાં એક જ દિવસમાં ત્રણ વાહન અકસ્માતમાં ત્રણ કાળનો ભોગ બન્યા

આણંદ: જિલ્લામાં ત્રણ જુદાજુદા સ્થળોએ વાહન  અકસ્માતમાં ત્રણ વ્યકિતઓને કાળનો કોળિયો બની ગયા હતા. આ ઘટનાઓ આણંદ,વાસદ અને ભાદરણ રોડ પર સર્જાઈ હતી.જેમાં વાસદના અડાસ રોડ પર પોતાની માતાને નડીઆદ હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન કરવા લઈ જતા દિકરા અને માતાનો અકસ્માત થયો હતો.જે એમ્બ્યુલન્સમાં લઈ જતા હતા તેનું ટાયર ફાટતા દિકરાનું કરુણ મોત થયું હતું.આ ઘટનામાં માતાએ મોતિયાનું ઓપરેશન કરાવી દ્રષ્ટી મેળવી ત્યાં તો કુળનો દિપક ઓલવાયો હતો. આણંદના ઉમેટા રોડ પર એક અજાણ્યા કારના ચાલકે રસ્તે પસાર થતી એક વૃધ્ધાને ટક્કર મારી હતી.વૃધ્ધાને શરીરે ગંભીર ઈજાઓ થતા સ્ળથ પર કમકમાટીભર્યું કરુણ મોત નિપજ્યું હતું.જ્યારે ભાદરણ રોડ પર કિઁખલોડ નજીક એક લકઝરી બસના ચાલકે રસ્તામાં પસાર થતા બાઈકને ટક્કર મારી હતી. આ ટક્કર બાઈક ચાલક માટે જીવલેણ સાબિત થઈ હતી. આ ઘટનાઓની જાણ હદ ધરાવતા પોલીસ મથકોએ થતા ફેટલ અક્સમાતનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કરાયા છે. આ ઘટનાઓમાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ વાસદ નજીકથી પસાર થતા અડાસ રોડ પર એક વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો. આ ઘટનામાં વડોદારના આમળા ગામે રહેતા અલ્પેશભાઈ પટેલ તેમની માતા શાંન્તાબેનને લઈ નડીઆદ મુકામે મોતિયાનું ઓપરેશન કરાવવા એમ્બ્યુલન્સમાં લાવી રહ્યા હતા. આ સમયે એમ્બ્યુલન્સ નં જીજે ૭ વાય ૬૦૬૦નું ટાયર અચાનક ફાટતા જ રસ્તાના ડિવાઈડર ઉપર ચઢી ગઈ હતી. આ એમ્બ્યુલન્સમાં બેઠેલ બંન્ને માતા-પુત્રને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

 

(7:10 pm IST)