ગુજરાત
News of Monday, 4th November 2019

ખેડૂતોની વેદના સમજો નહિતર જેમ ખુરશી આપતા આવડે છે તેમ લેતા પણ આવડે છે :વાવ કિશાન સંઘ

યોગ્ય વળતર નહીં ચૂકવાય તો ખેડૂતો ખુરશી છિનવી પણ લેતા ખચકાશે નહીં

અમદાવાદ :પાક નિષ્ફ્ળ જતા વાવ કિસાન સંઘ લાલ ઘુમ થયો છે અને કિસાન સંઘે ચીમકી ઉચ્ચારી છેકે ખેડૂતોની વેદના સમજો નહિ તો ખુરશી આપતા પણ આવડે છે અને લેતા પણ આવડે છે. હાલમાં એવી સ્થિતી સર્જાઇ છેકે પરિસ્થિતી લીલા દુષ્કાળની સર્જાઇ છે. પરંતુ લીલો દુષ્કાળ જાહેર કરાયો નથી. હાલમાં ખેડૂતોની હાલત એવી છે કે ચાર મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યુ છે.તો પાક ખતમ થઇ જતા વીમાની આશાએ ખેડૂતો ટોલ ફ્રી નંબર પર ફોન કરી રહ્યા છે. પરંતુ ટોલ ફ્રી નંબર લાગતા નથી. જેથી વીમા કંપનીઓને પ્રિમિયમ આપી ચૂકેલા ખેડૂતોને જ્યારે વીમો મળવામાં ગલ્લા તલ્લા સાંભળવા પડી રહ્યા છે. જેથી ખેડૂતોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. આમ ખેડૂતોએ જણાવ્યુ છેકે સરકાર તાયફા બંધ કરીને ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવે નહીં તો ખુરશી આપનારા ખેડૂતો ખુરશી છિનવી પણ લેતા ખચકાશે નહીં.

(9:36 pm IST)