ગુજરાત
News of Friday, 4th October 2019

અમદાવાદે દેશમાં ઇલેક્ટ્રિક બસનો સૌથી મોટો ઓર્ડર ટાટા મોટર્સને આપ્યો : 300 બસ લવાશે

ટેન્ડર પ્રક્રિયામાં ટાટા મોર્ટસની કિંમત સૌથી ઓછી

 

અમદાવાદ : દેશમાં ઈલેક્ટ્રીક બસનો એક મોટો ઓર્ડર અમદાવાદ જનમાર્ગ દ્વારા આપવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને ઓર્ડર ટાટા મોર્ટસને આપ્યો છે. જેમાં 300 જેટલી ઈલેક્ટ્રીક બસ અમદાવાદ ખાતે લાવવામાં આવશે અને તેની જાળવણી કરવામાં આવશે.

    અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ટેન્ડર પ્રક્રિયામાં ટાટા મોર્ટસની કિંમત સૌથી ઓછી હતી. કંપની દ્વારા ઓર્ડર મળ્યા બાદ 6થી 8 મહિનામાં વાતાનુકૂલિત બસોની અમદાવાદ ખાતે પહોંચાડી દેવાશે. અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા 8 વર્ષ સુધી કરાર કરવામાં આવ્યો છે.

(12:38 am IST)