ગુજરાત
News of Friday, 4th October 2019

રાજપીપળા પોલીસે વડોદરાના નવલખી ગરબા ગ્રાઉન્ડમાંથી બે વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપ્યો

ગરબા રમવા આવ્યાની બાતમી મળતા પોલીસે વોચ રાખીને દબોચી લીધો

 

રાજપીપળા પોલીસે વડોદરાના નવલખી ગરબા ગ્રાઉન્ડમાંથી બે વર્ષ પોલીસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડ્યો છે.

અંગે મળતી વિગત મુજબ વર્ષ 2017 રાજપીપળામાં રહેતા દિલરાજસિંહ રાઠોડ નામના યુવકે તેની પત્ની અને કાકાજી સસરાની દીકરીના ફોટાઓ સોશિયલ મીડિયા પર મૂક્યા હતા અને ખરાબ કમેન્ટ કરી હતી. બાબતે જ્યારે પત્ની અને કાકાજી સસરાને જાણ થઈ ત્યારે પત્ની અને કાકાજી સસરાએ દિલરાજસિંહ રાઠોડ વિરુદ્ધ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાવ્યો હતો. બાબતે દિલરાજસિંહ રાઠોડને જાણ થતા તે ફરાર થઇ ગયો હતો અને રાજપીપળા પોલીસ તેની શોધખોળ કરી રહી હતી. પોલીસને બે વર્ષ સુધી દિલરાજસિંહ રાઠોડનો ક્યાય અતોપતો લાગ્યો નહોતો.

રાજપીપળા પોલીસને બાતમી મળી હતી કે, દિલરાજસિંહ રાઠોડ ગરબા રમવા માટે વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં ગયો છે. બાતમીના આધારે નર્મદા LCBના પોલીસ અધિકારીઓની ટીમ આરોપીને પકડવા માટે વડોદરા રવાના થઇ હતી. આરોપી ભાગી જાય તે માટે નર્મદા LCBના અધિકારીઓએ વડોદરાના રાવપુરા પોલીસની મદદ માગી હતી અને આરોપી પર વોચ રાખવા માટે જણાવ્યું હતું, જ્યાં સુધી નર્મદા LCBના પોલીસ અધિકારીઓની ટીમ નવલખી ગ્રાઉન્ડ પર પહોંચ્યા ત્યાં સીધી રાવપુરા પોલીસે આરોપી પર નજર રાખી હતી. પોલીસની વોચ હોવાના કારણે નર્મદા LCBને આરોપીની શોધખોળ કરવામાં વધારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને પહોંચતાની સાથે આરોપી દિલરાજસિંહ રાઠોડને પકડી લેવામાં આવ્યો હતો, ત્યારબાદ નર્મદા LCB આરોપી દિલરાજસિંહ રાઠોડને રાજપીપળા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.

(12:19 am IST)