ગુજરાત
News of Friday, 4th October 2019

ICICI બેંકની આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર શરૂ થઈ

 

તહેવારોને ધ્યાનમાં રાખી જાહેરાત

અમદાવાદ, તા.૪: તહેવારની ચાલુ સિઝન સાથે અને વિવિધ અગ્રણી ઇ-કોમર્સ પોર્ટલ દ્વારા સેલ લોંચ થવા દેશમાં એનો લાભ લેવાનો ઉત્સાહ ધરાવતા ગ્રાહકો સાથે આઇસીઆઇસીઆઈ બેંકે એનાં ગ્રાહકોને વધારે ડિસ્કાઉન્ટ મળે એવું સુનિશ્ચિત કર્યું છે. બેંક એનાં ગ્રાહકો તહેવારની સિઝનનો આનંદ એમની ઇચ્છા મુજબ એપેરલ, ગ્રોસરી, ઇલેક્ટ્રોનિક્સ, જ્વેલરી, એન્ટરેઇન્મેન્ટ, ડાઇનિંગ, ટ્રાવેલ, હેલ્થ અને વેલનેસ તથા યુટિલિટી પેમેન્ટની ઓફર સાથે ઉજવણી કરી શકે એવું સુનિશ્ચિત કર્યું છે અને બેંકે ગ્રાહકો માટે આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર લોંચ કરી છે. મોટા સેલની જાહેરાત કરનાર ઇ-કોમર્સ કંપનીઓની સાથે આઇસીઆઇસીઆઈ બેંકે એનાં ગ્રાહકો માટે આકર્ષક ડિલ્સ પ્રસ્તુત કરી છે. બેંકે પ્રીમિયમ બ્રાન્ડ, ઇ-કોમર્સ સાઇટ અને ૨૦,૦૦૦થી વધારે સ્ટોર્સ પર ૫,૦૦૦થી વધારે ઓફર સાથે આ આનંદમાં વધારો કર્યો છે. આ ઓફર તા.૩૧ ઓક્ટોબર સુધી લાગુ રહેશે તથા ગ્રાહકો આઇસીઆઇસીઆઈ બેંકનાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ અને મોબાઇલ બેંકિંગનો ઉપયોગ કરીને એનો લાભ લઈ શકે છે. ફ્લિપકાર્ટનો બિગ બિલિયન ડેઝ સેલ આઇસીઆઇસીઆઈ બેંકનાં માસ્ટરકાર્ડ દ્વારા ઇન્સ્ટોલમેન્ટ પર ૧૦ ટકા વધુ ડિસ્કાઉન્ટ આપે છે. એ જ રીતે એમેઝોન પર આઇસીઆઇસીઆઈ બેંક સાથેની ઓફર ટૂંક સમયમાં શરૂ થશે. બેંકનાં ગ્રાહકોને સેન્ટ્રલ્સ શોરૂમ પર ૧૦ ટકા વધારે ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત પેન્ટાલૂન પર ૧૦ ટકા, મૈન્ત્રા પર ૨૦ ટકા, મેક્સ પર ૫ ટકા, બાટા પર ૫ ટકા અને ચુનમુન પર ૫ ટકા કેશબેક આપવામાં આવે છે. ગ્રોસરી વિશે વાત કરીએ તો ગ્રોફર્સ પર ૧૫ ટકા, બિગ બાસ્કેટ પર ૧૦ ટકા, મેટ્રો હોલસેલ પર ૧૦ ટકા, નેચર બાસ્કટે પર ૧૦ ટકા અને સ્પેન્સર પર ૧૦ ટકા કેશબેક મળે છે. ઇલેક્ટ્રોનિક્સ કેટેગરીમાં એલજી પર ૧૫ ટકા, સોની પર ૧૦ ટકા, સેમસંગ પર ૧૫ ટકા અને પેનાસોનિક પર ૧૦ ટકા કેશબેક મળશે. સાથે સાથે વિવો પર ૫ ટકા, વોલ્ટાસ પર ૧૦ ટકા, તોશિબા પર ૧૦ ટકા, રિયલમી પર ૧૦ ટકા કેશબેક મળશે. આ ઉપરાંત આઇસીઆઇસીઆઈ બેંકનાં ગ્રાહકોને વિવિધ કેટેગરીઓમાં ડિસ્કાઉન્ટ મળે છે. વેકેશન અને હોલિડેની સિઝનને ધ્યાનમાં રાખીને આઇસીઆઇસીઆઈ બેંકે એનાં ગ્રાહકોને મેકમાયટ્રિપ પર ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ, ઓયો પર ફ્લેટ ૬ ટકા, હોટેલ્સ.કોમ પર ૪ ટકા કેશબેક, બુકીંગ.કોમ પર વ્યવહારો પર ફ્લેટ ૭ ટકા, આઇનોક્સ પર ૧૫ ટકા કેશબેક ઓફરનો લાભ આપે છે.

 

(10:12 pm IST)