ગુજરાત
News of Friday, 4th October 2019

દાદીએ જુસ્સા સાથે ખેલૈયાઓ સાથે કર્યા ગરબા વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાઈરલ

અમદાવાદ : નવરાત્રીના દિવસોમાં ગામે ગામે અર્વાચીન અને પ્રાચીન ગરબાની રમઝટ જામી છે તેવામાં સોશિયલ મીડિયામાં વાઈરલ વીડિયો એક મોટું પ્લેટફોર્મ બની ગયું છે. એક પ્રતિભાને લાખો લોકો વીડિયોના માધ્યમથી લાખો લોકો થોડા સમયમાં જોઈ શકે છે. નવરાત્રીનો તહેવાર ચાલે છે ત્યારે એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં એક દાદી જુસ્સા સાથે ગરબા રમી રહ્યાં છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાઈરલ થઈ રહ્યો છે અને લોકો તેમના વખાણ કરી રહ્યાં છે.

(9:59 pm IST)