News of Friday, 4th October 2019
વડોદરા: અટલાદરા-માંજલપુરના બ્રિજને જોડતા રોડ પર મસમોટા ખાડા પડતા પુરાણનો ખર્ચ કોર્પોરેશનને 9.34 લાખમાં પડયો
વડોદરા: શહેરમાં પાંચ વર્ષ અગાઉ અટલાદરા- માંજલપુરને જોડતા બ્રિજના ઉદઘાટન બાદ અઠવાડિયા બાદ જ તેના એપ્રોચ રોડ પર મોટા ગાબડા પડી ગયા હતા.
આ ગાબડાનું પ્રકરણ ખૂબ વિવાદિત બન્યું હતું. અને વિધાનસભામાં પણ તે પ્રશ્ન ચમક્યો હતો. હવે આ ગાબડા પૂરાણ માટે અને એપ્રોચ રોડ મજબૂત કરવા રૃા.૯.૩૪ કરોડ ખર્ચ કરવામાં આવશે.
અટલાદરા-માંજલપુરને જોડતા ૩૬ મીટર રોડની કામગીરી ચાલુ છે. આ રોડલાઇનમાં વિશ્વામિત્રી નદી ઉપર રીવર બ્રીજની કામગીરી કરવામાં આવેલી હતી. વર્ષ ૨૦૧૪ માં ભારે વરસાદના કારણએ આ બ્રીજના એપ્રોચમાં મોટી પુરાણને નુકસાન થતા ગાબડા પડયા હતા.
(5:39 pm IST)