ગુજરાત
News of Friday, 4th October 2019

રાજ્યના સચિવાલયમાં પ્લાસ્ટિક પર સ્વૈચ્છીક પ્રતિબંધ: રાખવા નિર્ણંય :પ્લાસ્ટિકની બદલે કાચની ક્રોકરી વપરાશે

પ્લાસ્ટિકના ફાઇલ ફોલ્ડરની જગ્યાએ કાગળની ફાઇલ વાપરવા અપીલ

અમદાવાદ : ગુજરાતને પ્લાસ્ટીક મુક્ત કરવાની શરુઆત સચિવાલયથી કરવામાં આવી છે. સરકારી ઓફિસોમાં પ્લાસ્ટીક પર પ્રતિબંધ રાખવાનો સ્વૈસ્છિક નિર્ણય કરાયો છે જેમાં ઘણી બધી નાની નાની વસ્તુંઓમાં વપરાતા પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવામાં આવશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ વન ટાઇમ યુઝ પ્લાસ્ટિક નહી વાપરવા દેશવાસીઓને આહવાન કહ્યું છે. સમગ્ર દેશવાસીઓ પીએમની આ પહેલમાં જોડાયા છે. ગુજરાત સરકારે આ દિશામાં એક સરાહનીય કામ કર્યું છે. સચિવાલય અને સરકારી ઓફિસોએ સ્વૈસ્છિક રીતે પ્લાસ્ટીકથી દુર રહેવા તરફ ડગ માંડ્યા છે.

પ્લાસ્ટિક મુક્ત અભિયાનની સચિવાલયથી શરૂઆત કરવામાં આવી છે. સરકારી ઓફિસમાં પ્લાસ્ટિક નહી વાપરવા સ્વેચ્છિક નિર્ણય કરાયો છે. સરકારી કાર્યક્રમોમાં પણ પ્લાસ્ટિક પર પ્રતિબંધ રાખવાનો નિર્ણય કરાયો છે. પ્લાસ્ટિકના ફાઇલ ફોલ્ડરની જગ્યાએ કાગળની ફાઇલ વાપરવા અપીલ કરાઇ છે. પ્લાસ્ટિકનાં ગ્લાસ, પ્લેટની જગ્યાએ હવે કાચની ક્રોકરી વાપરવા સૂચન કરાયું છે.

(1:31 pm IST)