ગુજરાત
News of Friday, 4th October 2019

બાકી વેરો ભરો અને હેલમેટ લઈ જાઓ' : બેચરાજી ગ્રામ પંચાયતની વિશેષ ઓફર

હેલ્મેટ આપે તે પહેલા સ્વચ્છતા અંગે શપથ પણ લેવડાવશે

બેચરાજી : બાકી વેરો ભરો અને હેલમેટ લઈ જાઓ' આ ઓફર મહેસાણાની બેચરાજી ગ્રામ પંચાયતે આપી છે જેમાં બાકી વેરો ભરી જનાર વ્યક્તિને બેચરાજી ગ્રામ પંચાયત હેલ્મેટ ફ્રી આપે છે

 . બેચરાજી ગ્રામ પંચાયતની આ સ્કીમ મુજબ 30 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર દરમિયાન રૂપિયા 5000થી વધુનો બાકી વેરો જે ભરશે તેને પંચાયત હેલ્મેટ ફ્રી આપશે. એટલું જ નહીં હેલ્મેટ આપે તે પહેલા સ્વચ્છતા અંગે શપથ પણ લેવડાવશે. આ સ્કીમ થકી બેચરાજી ગ્રામ પંચાયતને 1.20 કરોડની આવક થવાની આશા છે.

(1:24 pm IST)