ગુજરાત
News of Friday, 4th October 2019

નસવાડીથી બોડેલી જોડતા નેશનલ હાઇવે પર તોતિંગ વૃક્ષ ધરાશાયી:અનેક વાહનો અટવાયા

સમગ્ર વાહન વ્યવહાર વન-વે થઈ ગયો: 72 કલાક બાદ પણ કોઈ કાર્યવાહી નહીં

 

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીથી બોડેલી જોડતો નેશનલ હાઇવે પર એક મસમોટું વૃક્ષ ધરાશાયી થતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો. હજારો વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા . સમગ્ર વાહન વ્યવહાર વન-વે થઈ ગયો હતો. ઝાડ પડ્યાના 72 કલાક બાદ વન વિભાગ અને આરએમડી વિભાગે કોઈ કાર્યવાહી કરી. તંત્ર જાણે કોઈનો ભોગ બને તેની રાહ જોઈ રહ્યું છે.

(12:34 am IST)