ગુજરાત
News of Friday, 4th October 2019

અલ્પેશ ઠાકોરની વધશે મુશ્કેલી : જૂનો વિડિઓ વાયરલ : રઘુ દેસાઈને જીતાડવા કરે છે અપીલ

 

અમદાવાદ : ભાજપના નેતા અને રાધનપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના ઉમેદવાર અલ્પેશ ઠાકોરની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. ચૂંટણી આવતાં અલ્પેશ ઠાકોરનો જૂનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જૂના વીડિયોમાં તે કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈને જીતાડવા માટે અપીલ કરી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ સહિત તેના વિરોધીઓ જોરશોરથી અલ્પેશનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યાં છે.અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસને છોડીને  ભાજપમાં આવેલા અલ્પેશ સામે પેટાચૂંટણીમાં કોંગ્રેસે રઘુ દેસાઈને મેદાનમાં ઉતાર્યા છે.

(10:57 pm IST)