ગુજરાત
News of Friday, 4th September 2020

મધરાત્રે વલસાડ BKM કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં આગ લાગી : મહિલા રેક્ટર દ્વારા તમામ ૨૦ વિદ્યાર્થીનીઓને બચાવી લેવાયા

ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે પહોચીને તરત આગ પર કાબુ મેળવી લીધો

વલસાડની BKM સાયંસ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં મોડીરાત્રે અચાનક આગ લાગતા રૂમોમાં ધુમાડો ફેલાઈ જતા મહિલા રેક્ટર દ્વારા સતર્કતા બતાવીને તમામ ૨૦ વિદ્યાર્થીનીઓ ને હોસ્ટેલમાંથી બહાર સલામત સ્થળે પહોચાડીને તમામે તમામ વિદ્યાર્થીનીઓના જીવ બચાવી લીધા હતા

   મોડીરાત્રે હોસ્ટેલની રૂમમાં આગ લાગતા હોસ્ટેલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તરત ફાયર બ્રિગેડમાં જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટરે તરત ઘટના સ્થળે પહોચીને આગ પર કાબુ મેળવી લીધો હતો, વલસાડની BKM કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં આજુબાજુના વિસ્તારો જેવા કે વાંસદા, સુરત, વ્યારા, સાપુતારા, સેલવાસ અને આહવા ની ૨૦ જેટલી વિદ્યાર્થીનીઓ MA અને MSC ની પરીક્ષા આપવા માટે ગર્લ્સ હોસ્ટેલમાં આવીને રોકાઈ હતી. પરંતુ ગર્લ્સ હોસ્ટેલના રેક્ટર ઇલાબેન પારેખે તમામ વિદ્યાર્થીનીઓને હોસ્ટેલમાંથી બહાર સલામત સ્થળે બહાર કાઢીને મેઈન સ્વીચ બંધ કરાવીને આગ પર કાબુ મેળવવાની કોશિશ કરી હતી ત્યારે ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે પહોચીને તરત આગ પર કાબુ મેળવી લીધો હતો, કોઈ પ્રકારની જાનહાની થયાના સમાચાર નથી મળી રહ્યા.

(2:13 pm IST)