વડોદરાના મકરપુરા વિસ્તારમાં દહેજ માટે પત્ની પર અત્યાચાર ગુજારી ફેસબુક એકાઉન્ટ હેક કરી બીભત્સ ફોટા મુકતા નરાધમ પતિ વિરુદ્ધ ગુનો દાખલ
વડોદરા: શહેરની એક પરિણીતાને દહેજ માટે પરેશાન કરતા સાસરિયાઓએ હત્યા કરવા સુધીની ધમકી આપ્યા બાદ પતિએ ફેસબુક એકાઉન્ટ હેક કરી બીભત્સ ફોટા મૂકતા પત્નીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતી ૩૧ વર્ષીય મહિલા ના લગ્ન વર્ષ 2017 દરમિયાન શ્રીનઉ ઉર્ફે સેમ્યુઅલ કોપ્યુલા (રહે - આંધ્રપ્રદેશ ) સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. તેમણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે , લગ્ન સમયે મારા પિતાએ દહેજ પેટે દાગીના, ઇલેક્ટ્રોનિક્સ ચીજો તેમજ બેંકના એકાઉન્ટ માં રૂ.4 લાખની રોકડ રકમ પણ ટ્રાન્સફર કરી હતી.
આમ છતા સાસરિયાઓને દહેજ ઓછું પડતું હતું અને તેઓ અમારો દીકરો એન્જિનિયર છે... તેમ કહી ૨૫ લાખની માંગણી કરતા હતા. પતિ કહેતો હતો કે મોટા શહેરમાં રસ્તે ચાલતાં પણ રૂપિયા કમાઈ લેવાય છે. સાસરીયા દ્વારા મારા પતિને મારો કાંટો દૂર કરવા માટે પણ ઉશ્કેરણી કરવામાં આવતી હતી.