ગુજરાત
News of Wednesday, 4th August 2021

વિરમગામ શહેરની આંગણવાડી કેન્દ્ર નંબર 25 અને કાંકરાવાડી આંગણવાડી કેન્દ્રના બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવ્યું

વિરમગામ તાલુકામાં નારી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : રાજયના મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીના નેતૃત્વના ઓગસ્ટ માસમાં પાંચ વર્ષ પૂર્ણ થાય છે. જે નિમિત્તે તા. 04 ઓગસ્ટના દિવસે  “ નારી ગૌરવ દિન ” સંદર્ભે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસે વિરમગામ શહેરમાં આવેલ આંગણવાડી કેન્દ્ર નંબર 25 અને કાંકરાવાડી આંગણવાડી કેન્દ્રના બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. 

   વિરમગામ ખાતે આયોજિત કાર્યક્રમમાં   ઇન્ચાર્જ સીડીપીઓ મિતાબેન જાની, ડો.તેજશ્રીબેન પટેલ, ચેતનભાઇ રાઠોડ, દિપાબેન ઠક્કર, રીનાબેન પંડ્યા, પદાધીકારીઓ, અધિકારીઓ કર્મચારીઓ સહીતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.  કાંકરાવાડી ખાતે નારી ગૌરવ દિવસ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા ભાજપ મહામંત્રી નવદિપસિંહ ડોડીયા , વિરમગામ તાલુકા પંચાયત પ્રમખ રેખાબેન કોળીપટેલ, તાલુકા વિકાસ અધિકારી ઋચી બીન્દલ, વિરમગામ તાલુકા ભાજપ પ્રમુખ કિરીટસિંહ ગોહિલ,  વિરમગામ તાલુકા મહામંત્રી રમેશભાઈ કોળીપટેલ, જિલ્લા સદસ્ય વિષ્ણુભાઈ જાદવ, ઉપપ્રમુખ જનકભાઈ પટેલ, કારોબારી ચેરમેન મયુરભાઈ ચાવડા,  હિતેશભાઈ જાદવ, ભરતસિંહ ઝાલા, ઈશ્ર્વરભાઈ મકવાણા, ડાયાભાઈ પટેલ, રસીકભાઈ પટેલ, જીજ્ઞેશ સી હાડગરા, મહેશભાઇ, ગુજરાત રાજય યુવા બોર્ડ સંયોજક રસીકભાઈ કોળીપટેલ , શૈલેશભાઈ સહિત સંગઠન ના હોદેદારો તાલુકા સદસ્ય, આઇસીડીએસ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(5:03 pm IST)