ગુજરાત
News of Tuesday, 4th August 2020

સુરત : અડાજણ વિસ્તારની પરિણીતા સાથે ફેસબુક પર મિત્રતા કેળવી અંગત પોલીના ફોટો પાડી પતિને મોકલી દેતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો

સુરત:અડાજણ વિસ્તારની પરિણીતા સાથે ફેસબુક પર મિત્રતા કેળવ્યા બાદ લગ્ન કરવાની લાલચ આપી અલથાણ વિસ્તારની હોટલમાં અંગત પળો માણતી વખતે મોબાઇલમાં ફોટા ક્લીક કર્યા હતા. પરંતુ પોતે પરિણીત હોવાનું છુપાવનાર અમદાવાદના યુવાનના આડાસંબંધની જાણ તેની પત્નીને થઇ જતા અંગત પળોના ફોટા પરિણીતાના પતિને મોકલી આપતા મામલો ખટોદરા પોલીસ મથકમાં પહોંચ્યો છે

શહેરના અડાજણ વિસ્તારમાં રહેતી બે સંતાનની 34 વર્ષીય માતા રીટા (નામ બદલ્યું છે) પર બે વર્ષ અગાઉ અધ્યાય પ્રવિણ સોની (.. 36 રહે. 23, જવાહર નગર, સુષ્મીતા એપાર્ટમેન્ટ, મહેતા રેસ્ટોરન્ટ નજીક, પાલડી-વાસણા, અમદાવાદ) ફેસબુક પર ફ્રેન્ડશીપ રીકવેસ્ટ મોકલાવી હતી અને મેસેન્જર પર હાય નો મેસેજ કર્યો હતો.

(5:53 pm IST)