ગુજરાત
News of Saturday, 4th August 2018

રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરુ :58 તાલુકામાં મેઘરાજા મંડાયા

દક્ષિણ ગુજરાતથી જ ફરીવાર મેઘરાજાએ એન્ટ્રી કરી : ઉમરગામમાં દોઢ ઈંચ, કપરાડામાં એક ઈંચ,કામરેજમાં પોણા ઈંચથી વધુ વરસાદ

 

અમદાવાદ :રાજ્યમાં મેઘરાજાએ બીજા રાઉન્ડની શરૂઆત કરી છે મેઘાએ બીજા રાઉન્ડ માટે પણ ફરીવાર દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરી છે રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૬ જિલ્લાના ૫૮ તાલુકામાં વરસાદ પડ્યો હતો

   રાજ્યમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ઉમરગામમાં દોઢ ઈંચ, કપરાડામાં એક ઈંચ,સુરતના કામરેજમાં પોણા ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે

(8:52 pm IST)