ગુજરાત
News of Saturday, 4th August 2018

નડિયાદમાં એસીબીએ બાતમીના આધારે લાંચિયા ક્લાર્કને રંગે હાથે ઝડપ્યો

નડિયાદ:માં દાવાઓની નકલો આપવાના નામે અરજદાર પાસેથી સીનીયર ક્લાર્કે રૃપિયાની માંગણી કરી હતી. આ બાદ એસીબીએ છટકું ગોઠવી આ લાંચીયા ક્લાર્કને રંગે હાથે ઝડપી લીધો હતો. તેના વિરૃધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી એસીબીએ હાથધરી છે. નડિયાદમાં સરદાર ભવનમાં સંયુક્ત રજીસ્ટર અને બોર્ડ ઓફ નોમીનીજ કોર્ટની કચેરી આવેલી છે. ભવનના ત્રીજા માળે ચાલતી આ કચેરીમાં ફરજ બજાવતા સીનીયર ક્લાર્ક ભરતભાઈ જશભાઈ પટેલ (રહે.સામરખા)એ થોડા  દિવસ અગાઉ  એક અરજદાર પાસેથી કોર્ટમાં ચાલતા દાવાઓની નકલો આપવાના નામે લાંચ પેટે રૃા.૫૦૦ની માંગણી કરી હતી. જોકે અરજદારે લાંચ નહી આપી આ અંગે નડિયાદ એસીબીનો સંપર્ક સાંધ્યો હતો. એસીબીએ આ અંગે ગત્ મોડી સાંજે છટકુ ગોઠવી સીનીયર ક્લાર્કને તેની ઓફીસમાંથીજ લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધો હતો. 
 

(5:25 pm IST)