ગુજરાત
News of Monday, 4th July 2022

વડોદરા:સયાજીગંજ વિસ્તારમાં બિલ્ડિંગની દુકાનમાં દારૂની મહેફિલ માણતા 6 નબીરાઓને ઝડપી પોલીસે 33 હજારનો મુદામાલ જપ્ત કર્યો

વડોદરા: શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ ઓરિએન્ટ બિઝનેસ સેન્ટર બિલ્ડીંગની દુકાનમાં દારૂની મહેફિલ માણતા છ નબીરાઓને પોલીસે ઝડપી પાડી 33,900 નો મુદ્દા માલ કબજે કર્યો છે. શહેરનાં સયાજીગંજ વિસ્તારમાં આવેલ કડક બજારની પાછળ ઓરિએન્ટ બિઝનેસ સેન્ટરની દુકાનમાં દારૂની મહેફીલ ચાલી રહી હોવાની જાગૃત નાગરિકે પોલીસને જાણ કરી હતી. કંટ્રોલ વર્ધિના આધારે સયાજીગંજ પોલીસે ઉપરોક્ત સ્થળે દરોડો પાડી દુકાનમાં દારૂની મહેફિલ માણી રહેલા છ ઈસમોને ઝડપી પાડ્યા હતા. જેમાં ઋતુલ ખાંડેકર, સતીશ ગીરી, મોહનીસ હેગડે, યોગેશ પરમાર, શંકર જાદવ અને આદર્શ રાજપુતનો સમાવેશ થાય છે. દરોડા દરમિયાન પોલીસે દારૂની બોટલ ખાલી ગ્લાસ અને ચવ્હાણું કબજે કર્યું હતું. અત્રે નોંધનીય છે કે, પોલીસે આ ગુનામાં સાત મોબાઈલ ફોન કબજે કર્યા છે. ખરેખર ગુના સમયે પોલીસ વાહન પણ કબજે કરતી હોય છે.

(4:52 pm IST)