ગુજરાત
News of Friday, 3rd July 2020

વડોદરાની પોલીસ ટ્રેનિંગ સ્કૂલમાં કોરોનાનો વિસ્ફોટ : LRDનાં 19 તાલીમાર્થીઓ પોઝિટિવ આવતાં ફફડાટ

20 તાલીમાર્થી LRD ના ટેસ્ટ કરાવતા 19 તાલીમાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ: કુલ 471 LRD જવાનો તાલીમ લઈ રહ્યા છે

 

વડોદરા : રાજ્યમાં કોરોનાએ કાળો કહેર મચાવ્યો છે. આજે કોરોનાનાં કેસો 687 કેસો નોંધાયા છે. જેમાંથી વડોદરામાં આજે શહેરમાં 50 કેસ અને જિલ્લામાં 12 કેસ નોંધાયા હતા. તેવામાં એક ચોંકાવનારો વિગત સામે આવી છે. વડોદરાના લાલબાગ પોલીસ ટ્રેનિંગમાં કોરોનાનું સંક્રમણ ફેલાયું છે. અને પોલીસ ટ્રેનિંગ સ્કૂલમાં 19 જેટલાં તાલીમાર્થીઓ કોરોના પોઝિટિવ નીકળતાં ફફડાટ ફેલાયો છે.

વડોદારના લાલબાગ વિસ્તારમાં આવેલ પોલીસ તાલીમ શાળામાં 20 તાલીમાર્થી LRD (લોકરક્ષક દળ) જવાનનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાંથી 19 તાલીમાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. હાલ અહીં રાજ્યમાંથી આવેલા 471 LRD જવાનો તાલીમ લઈ રહ્યા છે. જેને કારણે તમામ તાલીમાર્થીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે

(12:53 am IST)