ગુજરાત
News of Friday, 3rd July 2020

LRD મહિલાઓને મોટી રાહત: કાલથી નિમણુંકપત્રો આપવા હુકમ : 15 જુલાઈ સુધીમાં નિમણૂક કરવા DGPનો આદેશ

આવેદન -રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી બાદ મોટી રાહત : આવતીકાલથી બાકી ભરતી પ્રક્રિયા શરૂ થશે

 

અમદાવાદ : રાજ્યના LRDની મહિલાઓ માટે મહત્વના અને સારા સમાચાર આવ્યા છે. બાકી રહેલી મહિલા ઉમેદવારોની ભરતી પ્રક્રિયા શરૂ થશે. બાકી રહી ગયેલા ઉમેદવારોને નિમણૂકપત્ર આપવામાં આવશે. 4 જુલાઈના રોજ તમામ ઉમેદવારોને નિમણૂક હુકમ આપવામાં આવશે

   રાજ્યના ડીજીપી શિવાનંદ ઝા દ્વારા બિન હથિયારી અને હથિયારી મહિલા લોકરક્ષકોને 15 જુલાઈ સુધી હાજર થવાનો હુકમ કરવામાં આવ્યો. જેમને નિમણૂક પત્ર આપવાના બાકી છે તેમને મેડિકલ, ચારિત્ર્ય સર્ટિફિકેટ અને દસ્તાવેજી ચકાસણી પૂર્ણ કરવામાં આવે. .

આશરે 2 હજાર મહિલાઓને નિમણૂક પત્રોની રાહ હતી. 20 તારીખ સુધી નિમણૂક પત્રો નહીં અપાય તો આંદોલન કરીશું તેવી મહિલાઓએ ચિમકી ઉચ્ચારી હતી. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં મહિલાઓએ આવેદનપત્ર પણ આપ્યા હતા. નિમણૂક પ્રક્રિયા પૂરી કરવાની માગ સાથે રજૂઆત કરી હતી. ભરતીમાં પસંદ થયેલી મહિલાઓને નિમણૂક પત્રો મળ્યા હતા.

(12:50 am IST)