ગુજરાત
News of Friday, 3rd July 2020

અમદાવાદમાં નવા 26 માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર : બે વિસ્તારને મુક્તિ અપાઈ

કોરોનાના કેસમાં વધારો થતા એ વિસેંટરોને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં ઉમેરવામાં આવ્યા

 

અમદાવાદ : છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો જોવાયો છે  અમદાવાદમાં કોરોનાના કેસ ઘટ્યા પણ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં વધારો કરવામાં આવ્યો છે. કુલ 58 કન્ટેઈન્મેન્ટ જૂના રહેશે અને તો તેની સાથે 26 નવા સ્થળને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં ઉમેરવામાં આવ્યા છે. અગાઉ કુલ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનની સંખ્યા 60 હતી. કન્ટેઈન્મેન્ટ ઝોન અંગે તંત્રએ નિર્ણય લીધો છે અને તેમાંથી માત્ર 2 ઝોનને દૂર કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં જે 26 વિસ્તારમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે તેને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં ઉમેરવામાં આવ્યા છે તંત્ર દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવ્યો છે. જે 2 વિસ્તારને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવામાં આવી છે તેમાં સાઉથ ઝોનના વટવા વોર્ડમાં આવેલી સ્વામિનારાયણ સોસાયટી, સ્મૃતિ મંદિરનો સમાવેશ થાય છે. જ્યારે નોર્થ વેસ્ટ ઝોનના બોડકદેવ વોર્ડના ગેલેક્સી ટાવરને પણ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવામાં આવી છે.

જે પણ નવા કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે ત્યાં કોર્પોરેશન દ્વારા સઘન મેડિકલ તપાસ હાથ ધરવામાં આવતી હોય છે. સિવાય ઝોનમાં ડોર ટુ ડોર જઈને સર્વે કરવામાં આવે છે. જો કોઈપણ વ્યક્તિમાં કોરોના વાઈરસના લક્ષણો દેખાય તો તેમના સેમ્પલ પણ લેવાઈ છે. અમદાવાદમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ 21,543 થઈ ગયા છે. જ્યારે કોરોનાના લીધે 1466 લોકોના મોત નીપજ્યાં છે. છેલ્લાં 24 કલાકમાં 204 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

(12:35 am IST)