ગુજરાત
News of Sunday, 4th June 2023

બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા,રાજપીપલા દ્વારા વર્ષ 22-23 માં 409 લાભાર્થીને તાલીમ આપવામાં આવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા માં કાર્યરત બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા દ્વારા 2022-23નાં વર્ષમાં કુલ 409 લાભાર્થીઓને વિવિધ તાલીમ આપવામાં આવી હોય જેમાં BPLનાં 361 લાભાર્થીઓ હતા અને બાકીના APL લાભાર્થીઓએ આ તાલીમ મેળવી હતી.   

  આ તમામ લાભાર્થીઓ પૈકી 279 જેટલા લાભાર્થીઓ સ્વરોજગાર મેળવી કામ કરી રહ્યા છે.

તારીખ 25/04/23 થી 29/05/23 દરમ્યાન 22 લાભાર્થીનીઓ એ બ્યુટી પાર્લર તાલીમની બેંચ પુરી કરી છે ત્યારે આ સંસ્થામાં વિવિધ તાલીમની અત્યારસુધી 277 બેંચ પૂર્ણ કરવામાં આવી છે જેના અનુભવી ટ્રેનર
મનીષા બેન ગાંધી તેમજ lસંજયકુમાર શિન્હા, તથા સ્ટાફ માં ડાઈરેક્ટર પ્રભુ સરન સક્સેના, તડવી સુનિલભાઈ તથા વિજય ભાઈ વસાવા ના હાથે આ લાભાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા,તાલીમાર્થી ને ઉમદા તાલીમ મળે અને તેઓ પગભર થાઈ તે માટે આ સંસ્થા સતત પ્રયન્ત શીલ જોવા મળી છે.ત્યારે અહીં ચાલતી વિવિધ તાલીમ વિના મુલ્યે મેળવવા ઉમેદવાર સંસ્થા ની મુલાકાત લઇ વધુ માહિતી મેળવી શકે છે તેમાં મનીષાબેન ગાંધી એ જણાવ્યું છે.

(9:54 pm IST)