ગુજરાત
News of Tuesday, 4th May 2021

વડોદરાના કરજણ તાલુકામાં કલ્લાં ગામે ગુટકાની બંધાણી યુવતીને ગુટકા ન મળતા ફિનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર

વડોદરા:શહેરના કરજણ તાલુકામાં કલ્લા ગામે ગુટકાની બંધાણી યુવતીને ગુટકા નહી મળતા ફિનાઇલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

અંગેની વિગત એવી છે કે કલ્લા ગામે બાપુવાળા ફળિયામાં રહેતા અજીતભાઇ ચૌહાણની ૨૪ વર્ષની પત્ની ફરજાના ગુટકાની બંધાણી હતી તેમજ હાલમાં લોકડાઉન જેવી સ્થિતિના કારણે ગુટકા નહી મળતા તે નારાજ થઇ ગઇ હતી અને બપોરના સુમારે ઘરમાં મૂકેલ ફિનાઇલની દવા પી લીધી હતી.

ફિનાઇલની અસર થતાં ફરજાનાએ બૂમાબૂમ કરી હતી અને તેના સસરા તાત્કાલિક સારવાર માટે પ્રથમ પાલેજ સરકારી દવાખાને લઇ ગયા હતા બાદમાં ભરૃચ ખાતેની હોસ્પિટલમાં ખસેડાઇ છે. ઉલ્લેખનીય છે કે ફરજાનાનો લગ્નગાળો એક વર્ષનો છે તેમજ કોઇ સંતાન પણ નહી હોવાથી  પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.

(5:21 pm IST)