News of Friday, 4th May 2018
સુરતના અઠવાલાઈન્સમાં જર્જરિત અચાનક ધરાશાયી : ભારે અફરાતફરી ;ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી
ઇમારતને પોકલેંડ મશીનથી ઉતારવાની કામગીરી ચાલુ હતી ત્યારે જ એક હિસ્સો નીચે ઢળી પડ્યો
સુરત શહેરના અઠવાલાઈન્સનાં ગોકુલધામ રોડ પર એક જર્જરિત ઇમારત અચાનક ધરાશાયી થતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી જોકે ફાયરબ્રિગેડની ટીમ સમયસર પહોંચી હતી આ ઘટનામાં કોઈ પણ જાનહાની થઇ હોવાંનો બનાવ બન્યો નથી.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ એક જર્જરિત ઇમારતને પોકલેન્ડ મશીનની મદદથી ઉતારવાની કામગીરી ચાલી રહી હતી તે જ દરમ્યાન અચાનક જ ઇમારતનો એક હિસ્સો નીચે ઢળી પડવા માંડ્યો હતો.આ સમગ્ર ઘટના આસપાસનાં જ એક CCTV કેમેરામાં કેદ થઇ જવા પામી હતી કે જેનો VIDEO સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ ગયો હતો.
(1:01 am IST)