News of Saturday, 4th April 2020
ભચાઉમાંથી બે શખ્સો ૯ હજારના વિદેશી દારૂની 5 બોટલ સાથે ઝડપાયા
ભચાઉ પોલીસ મથકે મળતી વિગતો મુજબ લોકડાઉનની સ્થિતિ વચ્ચે પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીને આધારે આરોપી દીપકભાઈ મેઘજીભાઈ ગામી (ઉ.વ. ૩૧) તેમજ વિજય જેઠાલાલ ગામી (ઉ.વ.રર) (રહે. બન્ને ભવાનીપુર, ભચાઉ)ના ઘેર દરોડો પાડવામાં આવ્યો હતો. આરોપીએ તેના મકાનના ધાબા પર ભારતીય બનાવટના વિદેશી શરાબની પ બોટલ છૂપાવી હતી. પોલીસે બ્રાન્ડેડ દારૂની કાંચની બોટલ કિં.રૂા.૯૦૬૦નો પ્રોહિ. મુદ્દામાલ કબજે કરી આરોપીઓ સામે વિધિવત ગુનો નોંધતા પીએસઆઈ હિનાબેન વાઘેલાએ આગળની તપાસ હાથ ધરી છે.
(8:55 am IST)