ગુજરાત
News of Thursday, 4th March 2021

નર્મદા જિલ્લા પંચાયત ના પ્રમુખ કોણ ?ની ચર્ચા એ જોર પકડ્યું

ભાજપ ની પૂર્ણ બહુમતી આવતા ચાલતી ચર્ચા,રોસ્ટર ક્રમ મુજબ આદિજાતિ મહિલા માટે પ્રમુખ પદ અનામત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા પંચાયતની ચૂંટણી ના પરિણામો બાદ હવે પ્રમુખ કોણ ની ચર્ચા એ જોર પકડ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા જી.પં.માં. 22 પૈકી 19 બેઠક પર વિજય મેળવી ભાજપ એ જી.પં. કબ્જે કરી છે. ગત ટર્મ માં કોંગ્રેસ અને બીટીપી નું સંયુક્ત શાશન હતું અને ભાજપ એ વિરોધ પક્ષ ની ભૂમિકા ભજવી હતી ત્યારે હાલ ભાજપ ની સત્તા હોવાથી ભાજપ હાઈ કમાન્ડ  નક્કી કરશે.એમ તો ભાજપ પાસે અનુભવી એવા પૂર્વ પ્રમુખ મનજીભાઇ, પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન પ્રત્યુશા બેન અને કિરણ વસાવા જેવા જુના જોગી ચૂંટાયેલા છે પરંતુ પ્રમુખપદ આદિજાતિ મહિલા માટે અનામત હોય પ્રત્યુષાબેન અનુભવી હોય તેમના માટે તક વધારે જોવા મળી રહી છે. જોકે કોને પ્રમુખ બનાવવા તે હાઇકમાંડ  નક્કી કરશે પરંતુ હાલ પ્રત્યુશાબેન નું નામ ભાજપ છાવણી માં ચર્ચા માં આગળ હોવાનું સંભળાઈ રહ્યું છે.

(10:50 pm IST)