ગુજરાત
News of Thursday, 4th March 2021

અમદાવાદમાં બીપીએલ કાર્ડધારકોની સંખ્યા વધી : વડોદરા શહેરમાં ઘટાડો

સ્થળાંતર તેમ જ લાભાર્થીનું મુત્યુ સહિતના કારણો જવાબદાર ગણાવાયા

અમદાવાદ : કોરોના કાળમાં ધંધા-રોજગાર અર્થે ગુજરાતમાં આવેલા કે પછી ગુજરાતમાં વસતા ગરીબ વર્ગની આર્થિક સ્થિતિ કફોડી બની હતી. ત્યારે ગુજરાત સરકાર તરફથી બીપીએલ, એપીએલ કાર્ડથી માંડીને એએવાય કાર્ડધારકોને અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે અમદાવાદ શહેર તથા વડોદરા શહેરમાં બીપીએલ કાર્ડ ધારકોની સંખ્યામાં ઘટાડો થયો છે. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા પૂછાયેલાં તારાંકિત પ્રશ્નના જવાબમાં રાજયના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીએ જણાવ્યું છે.

કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે તા.31-12-2020ની સ્થિતિએ અમદાવાદ અને વડોદરા શહેરમાં બીપીએલ, એપીએલ-1, એપીએલ-2 અને એએવાય કાર્ડધારકોની સંખ્યા કેટલી છે. છેલ્લાં બે વર્ષમાં બીપીએલ અને એએવાય કાર્ડધારકોની સંખ્યામાં કેટલો વધારો કે ઘટાડો નોંધાયો છે. તેની પાછળના કારણો શું છે તે અંગેનો પ્રશ્ન કર્યો હતો. આ પ્રશ્નના જવાબમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીએ જવાબમાં જણાવ્યું છે કે, અમદાવાદ શહેરમાં બીપીએલ-અંત્યોદય કાર્ડધારકોની સંખ્યામાં વધારો થવાનું કારણ અન્ય જિલ્લામાંથી અત્રે સ્થળાંતર કરીને આવેલા રેશન કાર્ડ, અમદાવાદ શહેરની હદમાં ગ્રામ્ય વિસ્તારોનો અમદાવાદ શહેરમાં સમાવેશ થવાથી તથા સરકારના ઠરાવ મુજબ બી.પી.એલ,., અત્યોદય કાર્ડ મંજુર થવાના કારણે વધારો થયો છે. Ahmedabad BPL Card Increase

અમદાવાદ શહેર બી.પી.એલ, – અંત્યોદય કાર્ડધારકોની સંખ્યામાં ઘટાડાનું કારણ અમદાવાદ શહેરમાંથી અન્ય જિલ્લામાં થયેલ સ્થળાંતર તેમ જ મુત્યુ છે. જયારે વડોદરા શહેરમાં બી.પી.એલ.-અંત્યોદય કાર્ડધારકોની સંખ્યામાં ઘટાડાનું કારણે વડોદરા શહેરમાંથી અન્ય જિલ્લામાં થયેલ સ્થળાંતર તેમ જ લાભાર્થીનું મુત્યુ છે. રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા-2013 હેઠળ રાહતદરે પુરવઠો ન મેળવતા પરિસ્થિતિના આધારે બીપીએલ કાર્ડ ધારકોનો રી-સર્વ કરી તેઓની સામાજિક આર્થિક પરિસ્થિતિના આધારે પાત્રતાના ધોરણો મુજબ રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા-2013 બેઠળ અગ્રતા ધરાવતાં કુંટુંબોમાં સમાવિષ્ટ કરવાના કારણે બીપીએલ કાર્ડધારકોની સંખ્યામાં એપ્રિલ-2020થી નોંધપાત્ર ઘટાડો નોંધાયેલો છે.

(9:59 pm IST)