ગુજરાત
News of Thursday, 4th March 2021

સિંગતેલના ભાવ વધારા મુદ્દે ગૃહમાં ભારે હોબાળો :તેલિયા રાજાઓ પાસેથી ભાજપે ફંડ લીધું હોવાનો આક્ષેપ: શબ્દો રેકોર્ડ પરથી હટાવ્યા

.નાયબ મુખ્યમંત્રીએ સિંગતેલમાં વધેલા ભાવ માટે વિદેશમાં થતી નિકાસને જવાબદાર ગણાવી

અમદાવાદ :ખાદ્ય તેલના ભાવ વધારા મુદ્દે DyCM નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે.નાયબ મુખ્યમંત્રીએ સિંગતેલમાં વધેલા ભાવ માટે વિદેશમાં થઈ રહેલી નિકાસને જવાબદાર ગણાવી છે. તેમના કહેવા પ્રમાણે અન્ય દેશોમાં સિંગતેલમાં ભાવની માગ વધતા નિકાસ વધારાઈ છે. અને તેના કારણે મગફળી ખેડૂતો પાસેથી વધારે ખરીદાઈ. અને તેનો સીધો જ ફાયદો ખેડૂતોને પણ થયો છે.

સીગતેલની સાથે સાથે રાજ્યમાં કપાસનુ પણ ઉત્પાદન સારા પ્રમાણમાં થાય છે. અને તેનો પણ સીધો કપાસના ખેડૂતોને થયો છે. મહત્વનું છે કે 1 વર્ષમાં કપાસીયા તેલના ડબ્બામાં રૂપિયા 249નો વધારો નોંધાયો છે. જ્યારે 1 વર્ષમાં સિંગતેલના ભાવમાં રૂપિયા 616નો વધારો થયો છે. 

(10:03 pm IST)