ગુજરાત
News of Thursday, 4th March 2021

રાજયના ખેડૂતોને ગોડાઉનના અભાવે પાક નુકસાની ન ભોગવવી પડે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ : સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલ

ગોડાઉન સ્કીમ હેઠળ ખેડૂતોને રાજ્ય સરકાર ૨૫ ટકા કેપીટલ સબસીડી આપે છે : પાક સંગ્રહ ક્ષમતામાં ૧૯૨૨ મેટ્રિક ટ્રન વધારો થશે

અમદાવાદ : રાજ્યના ખેડૂતોને ૨૫ ટકા કેપિટલ ગોડાઉન યોજના હેઠળ ચુકવાયેલ સહાય સંદર્ભે વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તર આપતા રાજ્યના સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યુ કે રાજ્યના કોઇ ખેડૂતોને પાકનું યોગ્ય સંગ્રહ વ્યવસ્થાના અભાવે નુકસાન ન વેઠવુ પડે તે માટે ગોડાઉન બનાવવા માટે રાજ્ય સરકાર ૨૫ ટકા સબસીડી આપી રહી છે. જે યોજના રાજ્યના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઇ છે.

  ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શંભુજી ઠાકોરે પાટણ જિલ્લામાં આ યોજના હેઠળ કેટલી સહાય ચુકવાઇ તે સંદર્ભે પૂછેલા પ્રશ્નના જવાબમાં મંત્રી પટેલે ઉમેર્યુ કે, તા.૩૧ ડિસેમ્બર-૨૦૨૦ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં પાટણ જિલ્લામાં ૨૫ ટકા કેપીટલ ગોડાઉન સહાય હેઠળ કુલ રૂા.૧૨.૫૧ લાખની સહાય ચુકવવામાં આવી છે તેનાથી રાજ્યની પાક સંગ્રહ ક્ષમતામાં ૧૯૨૨ મેટ્રીક ટન વધારો થશે.

(6:18 pm IST)