ગુજરાત
News of Thursday, 4th March 2021

ગોડાઉનમાં અનાજના ષડયંત્રને કારણે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપાઈ :અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયા

અમદાવાદ :અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયાએ બનાસકાંઠાનાં પાલનપુર અને પંચમહાલ શહેરોમાં અન્ન અને નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાં સગેવગે થયેલ અનાજ બાબતની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હોવાનું વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું.

 આજે થયેલી કેબિનેટ બેઠકમાં મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ ગરીબો માટેના અનાજ બાબતે જવાબદારો સામે સખત પગલા લેવા અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે નિર્ણય લીધો હોવાની જાણકારી મંત્રી જયેશભાઇ રાદડીયાએ આપી હતી.

(6:17 pm IST)