ગુજરાત
News of Thursday, 4th March 2021

ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં અડાલજ પોલ્સે છાપો મારી ઓરડીમાં ચાલતા જુગારધામ પરથી ત્રણ શખ્સોને ઝડપી પાડયા

ગાંધીનગર : જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા થોડા સમયથી જુગારની બદી વધી રહી છે ત્યારે અડાલજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે શેરથા ગામમાં પાણીની ટાંકીની રામાપીર મંદિર જવાના રોડ ઉપર આવેલી ઓરડીમાં ચિરાગ કાંતિભાઈ પટેલ તીનપત્તીનો જુગાર રમાડી રહયો છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે અહીં દરોડો પાડતાં ગીરીશ છોટાલાલ પટેલ રહે.કિષ્નાપાર્ક જમીયતપુરા, વિઠ્ઠલભાઈ પ્રધાનજી ઠાકોર રહે.ભોયણમોટી, ચિરાગ કાંતિભાઈ પટેલ રહે.મકાન નં.એ/૧, કર્ણાવતી સોસાયટી, ઘાટલોડીયાને ઝડપી પાડયા હતા. જયારે આ દરોડા દરમ્યાન વાસુભાઈ પ્રહલાદભાઈ પટેલ રહે.જમીયતપુરા અને ઘાટલોડીયાના સંજય પ્રજાપતિ ભાગી જવામાં સફળ રહયા હતા. પોલીસે આ જુગારીઓ પાસેથી ૧૨૫૭૦નો રોકડ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી બાજુ સે-ર૧ પોલીસે પણ સે-ર૪માં સીએનજી પંપ પાસે ઝાડીમાં જુગાર રમતાં સે-ર૪ ઈન્દિરાનગરમાં રહેતા વિનોદ પ્રહલાદભાઈ રાવળ, પેથાપુર મુલચંદપાર્ક સોસાયટીમાં રહેતા ભરતભાઈ બાબુભાઈ અસોડા, સરગાસણના સૌદર્ય-૪૪૪ કે-૩૦૧માં રહેતા ધવલ હસમુખભાઈ રાવલ અને સે-ર૪ સત્યમ ફલેટ એમ-૩૭/૪૩૭માં રહેતા જયંતિભઈા ભીખાભાઈ સોલંકીને ઝડપી પાડયા હતા. જેમની પાસેથી ૨૬૮૦ની રોકડ કબ્જે લીધી હતી. પોલીસે તમામ જુગારીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:11 pm IST)