ગુજરાત
News of Thursday, 4th March 2021

ખેડબ્રહ્મા તાલુકાના પાટડીયા પાથોરા નજીક ખેતરમાં પાણીની ટાંકીમાં 10 ફૂટનો અજગર જોવા મળતા આજુબાજુના લોકોમાં દોડધામ મચી જવા પામી

ખેડબ્રહ્મા:તાલુકાના પાટડીયા પાથોરા ગામે એક ખેડૂતના ખેતરમાં પાણીની ટાંકીમાં ૧૦ ફૂટ લાંબો અજગર નીકળતા ખેડૂત તેમજ આજુબાજુના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને અજગર અંગે જંગલખાતાના અધિકારીને જાણ કરતા તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને અજગરને પકડી જંગલમાં છોડયો હતો.

ખેડબ્રહ્મા તાલુકાના પાટડીયા પાથોરા ગામે રહેતા દિલીપભાઈ કોદરભાઈ દાવડાના ખેતરમાં અચાનક તેમના ખેતરમાં ક્યાંકથી ૧૦ ફૂટ લાંબો અજગર આવી ગયો હતો અને ૨૦ ફૂટ ઉંડી કૂંડીમાં ફસાઈ ગયો હતો. આ અજગરને જોઈને ખેતરમાં લોકોએ બુમાબુમ કરી મૂકી હતી. આ અજગર અંગે જંગલખાતાના આરડીએફ રેન્જના જે. પી. ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ સ્થળ ઉપર પહોંચ્યો હતો અને ભારે જહેમત બાદ ૧૦ ફૂટ લાંબા અજગરને પકડયો હતો અને તેને દૂર જંગલમાં છોડી મૂકવામાં આવ્યો હતો.

(5:09 pm IST)