ગુજરાત
News of Thursday, 4th March 2021

વડોદરા:દેડિયાપાડા નજીક 10 ફૂટની ઊંડી ગટરની કુંડીમા પગ લપસી જતા એક શખ્સનું કમકમાટીભર્યું મોત

દેડિયાપાડા : દેડિયાપાડામાં તા.પહેલીની રાતે તાલુકા પંચાયત નજીક માર્ગ પરની ૧૦ ફીટ ઉંડી ગટરની કુંડીનું ઢાકણ ખોલવા જતાં પગલપસતાં રોહિતભાઇ દાદુભાઇ વસાવા ગટરનાં પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. તેમને બચાવવા એક પછી એક ત્રણ  વ્યકિત ગટરમાં ઉતરતાં તમામ બેહોશ થઇ ગઇ હતી. આ તમામને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાતાં બે વ્યકિતને મૃત જાહેર કરાઇ હતી. જ્યારે બીજી વ્યકિતનું વધુ સારવાર માટે વડોદરા લઇ જતાં માર્ગમાં ભીલાપુર પાસે મૃત્યુ નીપજ્યું હતું. બનાવને લઇ સમગ્ર દેડિયાપાડા શોકમગ્ન બન્યું હતુ. અને તેના વિરોધમાં આજે જડબેસલાખ બંધ પાળ્યો  હતો. 

ઢાંકણ ખોલવા ગયેલા રોહિતભાઇ કોઇ ઝેરી ગેસની અસરના કારણે અથવા ગટરનાં પાણીમાં  ડુબી જવાથી બેભાન થઇ ગયા હતા તેઓને બહાર કાઢવા માટે સાથેના સોમાભાઇ નાનજીભાઇ કુંડીની અંદર ઉતરતાં તેઓ પણ બેભાન થઇ કુંડી અંદર પડી ગયેલા અને તેઓને બહાર કાઢવા ધર્મેશભાઇ સંજયભાઇ વસાવા કુંડીમાં ઉતરતાં તેઓ પણ ગટરની કુંડીમાં બેભાન થઇ ગયા તેઓને બચાવા જીજ્ઞોશભાઇ સંજયભાઇ વસાવા અંદર કુંડીમાં ઉતરતા ત્યા આવી ગયેલા લોકએ કુંડીમાં પડી ગયેલા બેભાન થઇ ગયેલા યુવકોને બહાર કાઢયા હતા.તે પૈકી ધર્મેશભાઇ સંજયભાઇ વસાવા (ઉંમર વર્ષ ૨૭ ,  રહે. દેડિયાપાડા પોસ્ટ ઓફિસ પાસે દેડિયાપાડા જિ. નર્મદા) રોહિતભાઇ દાદુભાઇ વસાવા (ઉંમર વર્ષ ૨૫, દેડિયાપાડા નવીનગરી તા.દેડિયાપાડા જિ. નર્મદા) ને દેડિયાપાડા સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જતામાં આવ્યા હતા. ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતાં. સોમાભાઇ નાનજીભાઇ વસાવા (ઉંમર વર્ષ ૪૮. રેહ. દેડિયાપાડા બંગલા ફળિયા દેડિયાપાડા જિ. નર્મદા ) ને વધુ સારવાર માટે વડોદરા ખસેડતાં રસ્તામાં ડભોઇ નજીક ભીલાપુર ગામ પાસે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આમ ત્રણ વ્યકિતનું મોત નીપજયું હતું. કુંડીમાં સૈાથી છેલ્લે ઉતરેલા જિજ્ઞોશભાઇ સંજયભાઇ વસાવા બચી ગયા હતા. એક સાથે ત્રણ વ્યકિતનું મોત થતાં દેડિયાપાડામાં રહેતા  પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. આ બાબતે દેડિયાપાડા  પોલીસમાં મનિષભાઇ રાજેશભાઇ વસાવા (રહે. દેડિયાપાડા પોસ્ટ ઓફિસ પાસે ) આ ફરિયાદ નોધાવતાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે દેડિયાપાડામાં ગટરલાઇન પાંચથી સાડાસાત કરોજનાં ખર્ચે બનાવવા આવી છે. તેમાં નિમ્નસ્તરીય કામગીરી કરવામાં આવી છે. ગટરો ગંદા પાણીથી ઉભરાંય છે. તેન લઇને ત્રણ વ્યક્તિએ જીવ ગુમાવવો પડયો હોઇ તેની તપાસ માટે લોકોએ માંગણી કરી છે કે દેડિયાપાડાના મુખ્ય બજાર સહિત અન્ય બજારો આજે જડબેસલાખ બંધ રહ્યા હતા. 

(5:09 pm IST)