ગુજરાત
News of Thursday, 4th March 2021

વડોદરાના ગોરવા વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટને નિશાન બનાવી તસ્કરોએ પાંચ કારખાનામાં હાથફેરો કર્યો:સીસીટીવીના આધારે તપાસ હાથ ધરવામાં આવી

વડોદરા; શહેરના ગોરવા વિસ્તારના ઇન્ડસ્ટ્રિઅલ એસ્ટેટમાં ગઇરાતે ત્રાટકેલા ચોરોએ પાંચ કારખાનામાં હાથફેરો કરતાં  પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

દેવ ઇન્ડસ્ટ્રિઅલ એસ્ટેટમાં સિટિઝન વેઇંગ સિસ્ટમ નામનું કારખાનું ધરાવતા અમિતભાઇ શાહે પોલીસને કહ્યું હતું કે,આજે સવારે ઓફિસ બોયે કારખાનું ખોલતાં શટર અને ઓફિસના તાળાં તૂટેલા જણાયા હતા અને સામાન વેરવિખેર હતો.

તપાસ કરતાં ચોરો ડ્રોઅરમાંથી રોકડા રૃા.૪૯ હજાર,મોબાઇલ,ટીવી અને કેમેરાનું ડીવાઆર ચોરી ગયા હોવાનું જણાઇ આવ્યું હતું.આ પૈકી ટીવી અને ડીવીઆર થોડે દૂર મળી આવ્યા હતા.

ચોરોએ નજીકની અમિત એન્જિનિયરિંગ, દવે એન્જિ.,હરિહર લાઇન પ્રોડક્ટ અને સેનેટિ લાઇફ સાયન્સ નામની દવા બનાવતી કંપનીમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો.પરંતુ ત્યાં તેઓ સફળ થયા નહતા.ગોરવા પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.

(5:08 pm IST)