વડોદરાના આજવારોડ નજીક પ્રોવિઝન સ્ટોરમાં બિસ્કિટની ખરીદીના બહાને ઘુસેલ ગઠિયો વૃધ્ધાના ગળામાંથી સોનાનો અછોડો આંચકી રફુચક્કર થઇ જતા પોલીસે તપાસ હાથ ધરી
વડોદરા : શહેરના આજવારોડ પર રામનગર ખાતેના એક પ્રોવિઝન સ્ટોરમાં બિસ્કિટની ખરીદીના બહાને આવેલો ગઠિયો દુકાન માલિક વૃધ્ધાના ગળામાંથી સોનાનો અછોડો આંચકી ફરાર થઇ ગયો હતો.
સરદાર એસ્ટેટ પાછળ રામનગર ખાતે રહેતા વાલજીભાઇ વાઘેલા ઘરની આગળ કૌશિક પ્રોવિઝન સ્ટોર ધરાવે છે. ગઇકાલે બપોરે તેઓ દુકાનના કાઉન્ટર પરથી ઘરમાં આવ્યા હતા અને તેમના ૬૫ વર્ષના પત્ની મણીબેન દુકાન સાચવવા બેઠા હતાં. બપોરે એક વાગ્યાના અરસામાં આશરે ૨૨ વર્ષની વયનો ભૂરા રંગનું શર્ટ પહેરેલ એક યુવાન દુકાન પર આવ્યો હતો અને ક્રેકજેક બિસ્કિટની માંગણી કરી રૃા.૫નો સિક્કો ગલ્લા પાસે મૂક્યો હતો.
મણીબેન ઉભા થઇને અજાણ્યા ગ્રાહકને બિસ્કિટ આપવા જતા હતા ત્યારે યુવાને મણીબેનના ગળામાં પહેરેલી રૃા.૩૦ હજાર કિંમતની ૧ તોલા વજનની સોનાની ચેન ખેંચી લીધી હતી. મણીબેન કશું વિચારે તે પહેલાં જ યુવાન ફરાર થઇ ગયો હતો. આ અંગે આખરે સાંજે મણીબેને બાપોદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૃ કરી છે.