ગુજરાત
News of Thursday, 4th March 2021

અમદાવાદના બાપુનગરમાં પ્રેમિકા સાથે વિડીયો કોલ કરવાની ના કહેતા પતિએ પત્નીને ઢોરમાર મારતા પોલીસ ફરિયાદ

અમદાવાદ: શહેરના બાપુનગરમાં પતિ પત્ની ઓર વો જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, પ્રેમિકા સાથે વિડિયો કોલ પર વાત કરવાની ના પડતાં પતિએ પત્નીને વાળ પકડીને લાફા માર્યા હતા એટલું જ નહી સાસરીઓએ પત્નીને પકડી રાખી હતી અને પતિએ લાકડીથી ઢોર માર મારીને સગળાવી દેવાની ધમકી આપીને કાઢી મૂકી હતી. મહિલાએ મહિલાએ હેલ્પ લાઇનની મદદ માંગતા મામલો પોલીસ સ્ટેશને પહોચ્યો હતો.

સાસરિયાએ પકી રાખીને પતિએ વાળ પકડી  લાફા મારી સગળાવી  દેવાની ધમકી આપી, પત્નીએ મહિલાએ હેલ્પ લાઇનની મદદ માગતા મામલો પોલીસ સ્ટેશને પહોચ્યોઆ કેસની વિગત એવી છે કે  બાપુનગરમાં ડી-૧૯ના દવાખાના સામે શુભલક્ષ્મી ફ્લેટમાં રહેતા કુસુમબહેન રવિન્દ્રસિંગ સીકરવારએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં પતિ રવિન્દ્રસિંગ કિશનપાલ સીકવાર તથા સાસુ, સસરા અને દીયર સામે ગુનો નોધાવ્યો છે, મહિલાના ૧૨ વર્ષ પહેલા જ્ઞાાતિના રિતી રિવાજ મુજબ લગ્ન થયા હતા, લગ્ન બાદ  બે સંતાન છે. પતિને લગ્ન અગાઉ અન્ય સ્ત્રી સાથે પ્રેમ સબંધ હોવાની જાણ ફરિયાદીને લગ્નના એક વર્ષ પછી થઇ હતી, જેને લઇને અવાર નવાર તકરાર થતી હતી પતિ  કહેતા હતા કે મારે પ્રેમિકા સાથે સબંધ રહેશે તારે રહેવુ હોય તો રહે નહીતર પિયર જતી રહે તેમ કહીને મારઝૂડ કરતા  અને અવાર નવાર કાઢી મૂકતા હતા.

(5:07 pm IST)