ગુજરાત
News of Thursday, 4th March 2021

બજેટસત્રનો આજે ચોથો દિવસ છે

નકલી ખેડૂતોને લોકો ઓળખી ગયા છેઃ નીતિનભાઈ પટેલનો કોંગ્રેસને ટોણો

પાણીમાં પુરીઓ તળીને સત્તા પર પહોંચી ગયાઃ કોંગ્રેસ ઉપનેતા શૈલેષ પરમારનો વળતો જવાબ

ગાંધીનગર, તા.૪: વિધાનસભામાં આજે નાયબ મુખ્‍યમંત્રી નિતીન પટેલે કોંગ્રેસ પર એક પછી એક વાર કર્યા. નીતિન પટેલે કિસાન આંદોલન મુદ્દે કોંગ્રેસ પર વાર કરતાં કહ્યુ કે લોકો નકલી ખેડૂતોને ઓળખી ગયા છે.

તો કોંગ્રેસની કારમી હારની પણ નીતિનભાઈએ યાદ અપાવી કહ્યુ હતું કે પ્રજાએ તમને ચાર દિવસ પહેલાં જ પરચો આપ્‍યો છે. તેમણે કહ્યુ કે કોંગ્રેસને દુઃખે છે પેટ અને કૂટે છે માથું.

આ પછી કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે પણ કોંગ્રેસ પર કટાક્ષ સહન ન થતાં વળતો પ્રહાર કરતાં કહ્યુ કે તમે પાણીમાં પૂરી તળી-તળીને તમે સત્તા પર પહોંચ્‍યા છો. તેમણે કહ્યુ કે ભાજપના રાજમાં સિંગતેલના ડબ્‍બાના આજે ૨૫૦૦ રૂપિયા પહોંચી ગયા છે.

(4:07 pm IST)