ગુજરાત
News of Thursday, 4th March 2021

૧ર માર્ચે ઐતિહાસિક દાંડી સમારોહઃ નરેન્‍દ્રભાઇ આવે છે...

૧ર માર્ચે અમદાવાદ-સાબરમતી ખાતે ભવ્‍ય સમારોહઃ તે દિવસથી દાંડીથી સાબરમતી ઐતિહાસિક કૂચ શરૂ થશેઃ નાઇટ હોલ્‍ટ પણ થાશે : આ દાંડી સમારોહનો ઉત્‍સવ ર૦ર૩ ઓગસ્‍ટ સુધી ચાલશેઃ ભારતની આઝાદીને ૭પ વર્ષ પુરા થતા હોય દેશભરમાં જબરા કાર્યક્રમો યોજાશે : ૧ર માર્ચે રાજકોટ સહિત રાજયભરમાં તમામ જીલ્લામાં ગાંધીજી અંગે જબરા કાર્યક્રમોઃ રાજકોટમાં મહાત્‍મા ગાંધી મ્‍યુઝીયમ ખાતે કલેકટર-કોર્પોરેશન સંયુકત કાર્યક્રમ યોજશેઃ મુખ્‍ય સચિવ દ્વારા તમામ કલેકટરોને વીસીમાં ખાસ સુચના

રાજકોટ તા. ૪ : આગામી ૧ર માર્ચે દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી અમદાવાદ આવી રહ્યા છે. સાબરમતી તટે યોજાનાર દાંડીયાત્રાના ભવ્‍ય સમારોહમાં તેઓ હાજરી આપવાના છે. આ ભવ્‍ય દાંડી યાત્રા સમારોહના આયોજનો માટે આજે રાજયભરના કલેકટરો સાથે મુખ્‍ય સચિવે વિડીયો કોન્‍ફરન્‍સ યોજી અને આયોજનની તડામાર તૈયારીઓ શરૂ કરવા આદેશો આપ્‍યા હતા.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આગામી ૧ર માર્ચે મહાત્‍મા ગાંધીએ ૧૯૪૭માં દેશની આઝાદી માટે સાબરમતીથી દાંડી સુધી યોજેલી ઐતીહાસીક પદયાત્રાને ફરીથી જીવંત બનાવવા સાબરમતીથી દાંડી સુધીની યાત્રા ફરી એકવાર યોજવાનું આયોજન સરકારે કર્યુ છ.ે

આ દાંડી યાત્રાના પ્રારંભ માટે સાબરમતી તટે ભવ્‍ય સમારોહ યોજાશે જેમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી ખાસ ઉપસ્‍થિત રહેશે.

દેશની આઝાદીને ૭પ વર્ષ પુરા થતા હોઇ આ પ્રસંગને દિપાવવા આ દાંડી યાત્રા ર૦ર૩ સુધી ચલાવાશે જેમાં દરેક રૂટ પર નાઇટ હોલ્‍ટ, દેશભકિતના કાર્યક્રમો વગેરે યોજાશે.

રાજકોટમાં પણ મહાત્‍મા ગાંધી મ્‍યુઝિયમાં આ દાંડી યાત્રા સમારોહ અંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન મ્‍યુ.કમિશ્‍નર ઉદિત અગ્રવાલ ત્‍થા કલેકટર રેમ્‍યા મોહન દ્વારા કરવામાં આવશે.

આ માટે આજે રાજયના મુખ્‍ય સચિવશ્રીએ વીડીયો કોન્‍ફરન્‍સમાં વિવિધ સુચનાઓ અને માર્ગદર્શન આપ્‍યું હતું.

(3:30 pm IST)