ગુજરાત
News of Thursday, 4th March 2021

વડોદરાની યુવતી સામે ટ્રેનમાં જ નગ્ન થઈ યુવકે કરી ગંદી હરકત:યુવતીએ સીઘી રેલવેમંત્રીને કરી ફરિયાદ

યુવતીએ ટ્રેન નંબર અને કોચનો નંબર પણ લખ્યો: આરોપીની શોધખોળ

ઇન્દોર જતી એક્સપ્રેસ ટ્રેનમાં વડોદરાની યુવતી મુસાફરી કરી રહી હતી. યુવતીની સામે બેઠેલા એક યુવકે બીભત્સ વર્તન અને ચેનચાડા કર્યાં હતા. ટ્રેનમાં યુવતી એકલી હતી ત્યારે યુવક તેની સામે જ નગ્ન થઈ ગયો હતો. જેથી યુવતીએ તેનો વીડિયો બનાવીને તે ક્લિપ રેલવે મંત્રી પિયુષ ગોયલને ટ્વિટ મારફતે મોકલી હતી. વીડિયોમાં દેખાઇ રહેલા નરાધમ યુવકની સીસીટીવી ફૂટેજને આધારે શોધખોળ થઇ રહી છે.

વડોદરામાં રહેતી યુવતી ઉદયપુરમાં નોકરી કરે છે. 26 ફેબ્રુઆરીએ યુવતી મધ્યપ્રદેશના નીમચ જઈ રહી હતી તે માટે તેને ઈન્દોર-ઉદયપુર એક્સપ્રેસ ટ્રેનની સ્લીપર કોચની ટિકિટ લીધી હતી. નિર્ધારિત સમયે યુવતી કોચમાં બેઠી, પરંતુ ત્યારે બોગીમાં માત્ર બે જ યાત્રી હતા ટ્રેન સ્ટેશન પર જ ઊભી હતી. એક યુવક તેની સામે આવીને બેસી ગયો હતો. જે બાદ તેની સામે જોઇને બિભત્સ હરકતો કરી રહ્યો હતો જેનો વીડિયો બનાવીને યુવતીએ આઈઆરસીટીસી અને રેલવે મંત્રી પિયુષ ગોયલને મોકલ્યો હતો. આ યુવતીએ ટ્રેન નંબર અને કોચનો નંબર પણ લખ્યો હતો. જે બાદ પોલીસ સતર્ક થઇ ગઇ હતી તે કોચમાં પહોંચી હતી પરંતુ યુવાન મળ્યો ન હતો. હાલ પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે.

(12:49 pm IST)