ગુજરાત
News of Thursday, 4th March 2021

નર્મદા જિલ્લામાં 6 કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક 1904 પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં બુધવારે 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જેમાં રાજપીપળા રાજેન્દ્રનગર સોસાયટીમાં- 1નાંદોદના તરોપામાં-1,ભચરવાળા-01, વેરીસાલપુરા- 1,કરજણ કોલોનીમાં-1 અને ડેડીયાપાડામાં-1 મળી જિલ્લામાં કુલ 6 પોજેટિવ કેસ નોંધાયા છે.

  રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં 06 દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટરમાં કોઈ દર્દી દાખલ નથી. જ્યારે હોમ આઇસોલેશનમાં 13 દર્દી દાખલ છે,આજે 04 દર્દીને રજા અપાઈ છે, આજ સુધી જિલ્લામાં કુલ 1881 દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક 1904 પર પહોંચ્યો છે.આજે વધુ 687 સેમ્પલ ચકાસણી હેઠળ છે

(10:44 pm IST)