ગુજરાત
News of Thursday, 4th March 2021

રાજપીપળા ટેકરા ફળિયાની મહિલા સ્ટવ પાસે સુતા દાજી જતા સારવાર દરમિયાન મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ટેકરા ફળિયાની એક મહિલા સ્ટવ નજીક સૂતી હતી ત્યાં અચાનક દાજી જતા સારવાર અર્થે ખસેડાઇ હતી જ્યાં સારવાર દરમિયાન મોત થયું છે.
 પ્રાપ્ત માહિતી અનુસાર ટેકરા ફળિયામાં રહેતા કાજલબેન મનિષભાઇ વસાવા (ઉ.વ .30) પોતાના ધરે ચાદર ઓઢીને સુતા હતા ત્યારે બાજુમાં મુકેલા સળગતા સ્ટવથ તેણે ઓઢેલ ચાદર ને આગ લાગતા તેઓ શરીરે દાઝી જતા સારવાર માટે લાવતા એસ.એસ.જી હોસ્પીટલ વડોદરા ખાતે ઇ.વોર્ડમાં તેમનું મોત નિપજતા રાજપીપળા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.

(10:36 pm IST)