ગુજરાત
News of Thursday, 4th March 2021

નવા રાજુવાડિયા ગામમાં નજીવી બાબતે માર મારી ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના નવા રાજુવાડિયા ગામમાં નજીવી બાબતે  એક ઇસમે બીજાને માર મારી મારી નાંખવાની ધમકી આપતા ગુનો દાખલ થયો છે.
  પ્રાપ્ત માહિતી અનુસાર નવા રાજુવાડિયા ગમના બચુ ભાઇ છગનભાઇ વસાવા પોતાના ખેતર નજીક આવેલ સીમાળીયા દેવના મંદિર પાસે હેન્ડપંપ પર પાણી પીવા માટે ગયેલ તે વખતે ગામના ચંપક ભાઇ મથુરભાઇ વસાવા પણ ત્યાં હોય બચુભાઈ એ તમાકું ખાધેલ હોય જે મોઢા માંથી કાઢી થુકતા ચંપકભાઈએ કહ્યું મને જોઇને કેમ થૂંકે છે,તેમ કહી ગમેતેવી ગાળો બોલી ઢીકા પાટુનો માર મારી બચુભાઈ ને ઉંચકીને નજીકમાં આવેલ ખાડામાં ફેકી દઈ જાનથી મારી નાંખવાની ધમકી આપતા આમલેથા પોલીસે ચંપક વસાવા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:34 pm IST)