ગુજરાત
News of Thursday, 4th March 2021

વલસાડની સિવિલ હોસ્‍પિટલમાં બોઇસરના દર્દીનું લોબ્‍યુલર કેપિલરી હિમેંજીઓમાંનું સફળ ઓપરેશન કરાયું

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ: મહારાષ્‍ટ્ર રાજ્‍યના બોઇસરના રહેવાસી ૨૯ વર્ષીય એક દર્દી છેલ્લા દોઢ વર્ષથી નાકના ભાગથી બહાર આવતી અને મગજની નજીક રહેલી લોહીની ગાંઠ (લોબ્‍યુલર કેપિલરી હિમેંજીઓમાં) થી પીડાતા હતા. વલસાડની જી.એમ.ઇ.આર.એસ. હોસ્‍પિટલ ખાતે તેમનું ઓપરેશન વલસાડના કાન- નાક- ગળાના વિભાગના વડા ડૉ. નિખિલ પટેલ અને તેમની ટીમ ડૉ. ખ્‍યાતિ પટેલ તથા ડૉ. ધ્રુવ ત્રિવેદી અને ખાનગી ડૉ. મિતેશ મોદીના સહયોગ તથા અનેસ્‍થેટિક ટીમ ડૉ. મનીષા કોઠારી અને ડૉ. પ્રાર્થના જોશી તથા નર્સિંગ સ્‍ટાફ સેજલ ટંડેલ તથા મયુરી પટેલ અને પ્રવિણા પટેલ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્‍યું છે. આ ઑપરેશન માટે જી.એમ.ઇ.આર.એસ. હોસ્‍પિટલ વલસાડના તબીબી અધિક્ષક ડૉ. અમિત શાહનો મહત્ત્વપૂર્ણ સહયોગ પ્રાપ્‍ત થયો હતો.

(10:16 pm IST)