ગુજરાત
News of Thursday, 4th February 2021

કેવડિયા ખાતે RSSની બે દિવસીય શિબિર : રાજ્યમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી ટાણે RSSની બેઠકને લઈ અનેક તર્કવિતર્કો

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય પ્રવાસન સ્થળો જોઈ RSS પ્રમુખ મોહન ભાગવત મોટું પ્રવાસન સ્થળ બન્યુ છે.

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : કેવડિયા કોલોની ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત, સહ સરકાર્યવાહક ભૈયાજી જોશી, સહિતના દેશના વિવિધ પ્રાંતોના RSSના હોદેદારો કાર્યકર્તાઓ  મહાનુભાવો કેવડિયા આવી પહોંચ્યા છે.કેવડિયા કોલોની ખાતે ટેન્ટસિટી 1 ખાતે  તેઓ રોકાયા હોય  તમામ હોદ્દદારો કેવડિયા પહોંચી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જંગલ સફારી પાર્ક એકતા નર્સરી સહીત તમામ સ્થળોની મુલાકાત લીધી હતી.

 RSS પ્રમુખ મોહન ભાગવતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત દરમ્યાન વિઝીટર બુક માં લખ્યું હતું કે ભવ્યતા વિશાળ તાની સાથે ભારત માતાના એક શ્રેષ્ઠ અને સમર્પિત વ્યક્તિત્વના પ્રેરક દર્શન,આવનારી ભવિષ્ય ની ભારતની પેઢી માટે શ્રધ્ધાની સાથે,  ભારત માતા પ્રત્યે ભક્તિ તેમજ કર્તવ્યનો સંદેશો પ્રદાન કરવા વાળા ભવ્ય તીર્થ સ્થળને મારા સમસ્ત કુશળ કારીગરો અને નિમાર્ણ કર્તાઓ નમસ્કાર એમ લખી ઇજનેરી કૌશલ્ય ને સલામ કરી હતી.

આજે ટેન્ટ સીટી 2 ખાતે RSS પ્રમુખ પોતાના મુખ્ય કાર્યકરો સાથે બેઠક કરશે અને જરૂરી ચર્ચા કરશે, તેમના મુખ્ય એજન્ડામાં RSS નો પ્રચાર પ્રસાર સાથે સંઘઠન ની વાતો હશે. જોકે આ  સમગ્ર ચર્ચા બંધ બારણે થશે ગુપ્ત બેઠક થશે પરંતુ ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓ જાહેર છે. ઉમેદવારો ટિકિટ માટે દોડધામ કરી રહ્યા છે અને આ બેઠક ને લઈને અનેક તર્કવિતર્કો હાલ ચાલી રહ્યા છે.

(10:18 pm IST)