ગુજરાત
News of Thursday, 4th February 2021

સુરતમાં બે ગઠિયા બેંકમાં એકાઉન્ટ ખોલી આપવાની લાલચ આપી 38 હજારની રોકડ તફડાવી છૂમંતર....

સુરત:ઘોડદોડ રોડ સ્થિત બેંક ઓફ ઇન્ડિયા નજીક યુ.પી.વાસી યુવાનને ભેટી ગયેલા બે ગઠિયા બેંકમાં એકાઉન્ટ ખોલાવી આપવાની લાલચ આપી 38 હજારની રોકડ મત્તા તફડાવી ભાગી જતા ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે.

ઉધના સ્થિત સ્વામીનારાયણ મંદિર નજીક મહાદેવનગર સોસાયટીમાં રહેતો દીપકુમાર મહેન્દ્રલાલ ગુપ્તા (. . 24 મૂળ રહે. ગનાપુર, અજોષી, સિકરારા, જિ. જોનપુર, યુ.પી.) ઘોડદોડ રોડ સ્થિત બેંક ઓફ ઇન્ડિયા ખાતે ગયો હતો. જ્યાં બેંક ઓફ ઇન્ડિયા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ગલીમાં બે યુવાનો દીપને મળ્યા હતા. બંને યુવાનોએ દીપને બેંકમાં એકાઉન્ટ ખોલાવી આપનાની લાલચ આપી શર્ટના ખિસ્સામાંથી રોકડા 38 હજારની મત્તા તફડાવીને ભાગી ગયા હતા. ઘટના અંગે દીપ ગુપ્તાએ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

(5:18 pm IST)