ગુજરાત
News of Thursday, 4th February 2021

વડોદરામાં ફાઇનાન્સ કંપની સાથે મળી બાઈક વેચનાર શોરૂમના કર્મચારીએ મળી ગ્રાહકને લોભામણી લાલચ આપી ત્રણ ભેજાબાજોએ છેતરપિંડી આચરતા ગુનો દાખલ

વડોદરા:બાઈક ખરીદવા માટે લોભામણી લાલચ આપી ફાઇનાન્સ કંપની અને બાઇક વેચનાર શોરૂમના કર્મચારીએ ગ્રાહક સાથે છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ડભોઇમાં રહેતા શકીના બાનુ તૌસિફ મહંમદ મન્સૂરીએ ડભોઇના વેગા ત્રણ રસ્તા પાસે આવેલ શ્રીજી હીરો શો રૂમ માં એચ એફ ડીલક્ષ બાઈક ખરીદવા માટે ઇન્કવાયરી કરી હતી

વખતે શોરૂમના કર્મચારી દિપક ભોજવાણીએ તેમજ એલ એન્ડ ટી ફાઇનાન્સ કંપનીના કર્મચારી અભિષેક મદનકુમાર સિંઘે ઝીરો ડાઉન પેમેન્ટથી બાઇક આપી બાકીના રૂ. 30000 મહિના પછી ભરવાનું કહ્યું હતું અને એક ડોક્યુમેન્ટ ઉપર દસથી બાર સહીઓ કરાવી હતી

બાદમાં ત્રણેએ શકીના બાનુના દસ્તાવેજો ઉપર ડીલક્સ બાઈક ના બદલે ગ્લેમર બાઈક છોડાવી રૂપિયા 77 હજારની લોન બારોબાર લીધી હતી અને બાદમાં કુમાર મોટર્સ માંથી ડિલક્સ બાઇક છોડાવી આપી હતી જોકે શકિનાબાનુ ને પોતાના નામે લોન લીધી હોવાની જાણ થતાં ત્રણે ભેજાબાજો સામે ફરિયાદ નોંધાવી છે.

(5:14 pm IST)