ગુજરાત
News of Thursday, 4th February 2021

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦-૧૨ પરીક્ષાનું સમયપત્રક

રાજકોટ, તા. ૪ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગઈકાલે ધો.૧૦-૧૨ની પરીક્ષાનું મસયપત્રક જાહેર થયેલ છે. સમગ્ર ગુજરાત રાજયમાં તા.૧૦-૫-૨૦૨૧થી ધો.૧૦-૧૨ની પરીક્ષા પ્રારંભ થશે. ગુજરાત રાજયમાં ધો.૧૦-૧૨ની અંદાજે ૧૬ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

ધો.૧૦નું પરીક્ષાનું સમયપત્રક

તા. ૧૦-૫-૨૧ - પ્રથમ ભાષા, તા.૧૨-૫-૨૧ - વિજ્ઞાન, તા.૧૫-૫-૨૧ - ગણિત, તા.૧૭-૫-૨૧ સામાજીક વિજ્ઞાન, તા.૧૮-૫-૨૧ - ગુજરાતી (દ્વિ.ભા.), ૧૯-૫-૨૧ - અંગ્રેજી (દ્વિ.ભા.), તા.૨૦-૫-૨૧ - દ્વિતીય ભાષા, હેલ્થકેર, બ્યુટી એન્ડ વેલનેસ, ટ્રાવેલ ટુરીઝમ, રીટેઈલ. (પરીક્ષાનો સમય સવારના ૧૦ વાગ્યાથી બપોરના ૧-૧૫ સુધીનો રહેશે.)

ધો.૧૨ સાયન્સની પરીક્ષાનું સમયપત્રક

તા. ૧૦-૫-૨૧ - ભૌતિક વિજ્ઞાન, તા. ૧૨-૫-૨૧ રસાયણ વિજ્ઞાન, તા.૧૫-૫-૨૧ - જીવવિજ્ઞાન, તા.૧૭-૫-૨૧ ગણિત, તા.૧૯-૫-૨૧ અંગ્રેજી, (પ્રથમ અને દ્વિતીય ભાષા), તા.૨૧-૫-૨૧ પ્રથમ ભાષા, દ્વિતીય ભાષા, સંસ્કૃત, ફારસી, અરબી, પ્રાકૃત, કમ્પ્યુટર એજ્યુકેશન (પરીક્ષાનો સમય બપોરના ૩ વાગ્યાથી ૬:૩૦ સુધીનો રહેશે.)

ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરીક્ષા સમય પત્રક

તા.૧૦-૫-૨૧ - નામાના મૂળ તત્વો, તા.૧૧-૫-૨૧ આંકડાશાસ્ત્ર, તા.૧૨-૫-૨૧ તત્વજ્ઞાન, તા.૧૩-૫-૨૧ અર્થશાસ્ત્ર, તા.૧૫-૫-૨૧ - ભૂગોળ, સેક્રેટરીયલ પ્રેકટીસ અને વાણિજય વ્યવહાર, તા.૧૭-૫-૨૧- વાણિજ્ય વ્યવસ્થા, સામાજીક વિજ્ઞાન, તા.૧૮-૫-૨૧ મનોવિજ્ઞાન, તા.૧૯-૫-૨૧ પ્રથમ ભાષા, તા.૨૦-૫-૨૧ - હિન્દી (દ્વિતીય ભાષા), તા.૨૧-૫-૨૧ - ગુજરાતી અને અંગ્રેજી (દ્વિતીય ભાષા), તા.૨૨-૫-૨૧ કમ્પ્યુટર પરિચય, તા.૨૪-૫-૨૧ સંસ્કૃત, ફારસી, અરબી, પ્રાકૃત, તા.૨૫-૫-૨૧ સમાજશાસ્ત્ર, રાજયશાસ્ત્ર.

(3:59 pm IST)