ગુજરાત
News of Thursday, 4th February 2021

દોઢ માસ અગાઉ ગુમ થયેલી પરણિતાને શોધી કાઢતી ડિંડોલી પોલીસ

સુરત મહાનિરિક્ષક ડો રાજકુમાર પાંડિયનની સૂચના મુજબ પોલીસ અધિક્ષક ઉષા રાડાના માર્ગદર્શન મુજબ પીઆઇ એ. પી. બ્રહ્મભટ્ટ ની ટીમના હેડકોન્સ્ટેબલ દિપકભાઇ અને હરેશભાઇએ પરણિતાને શોધી કાઢી

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : સુરત ડીંડોલી પોલીસે ગુમશુદાને શોધવા હાથ ધરેલા અભિયાન અંતર્ગત તેમણે પોકેટકોપ એપ્લિકેશનની મદદથી ડિંડોલીથી ગુમ થયેલી એક પરણિતાને શોધી કાઢી હતી.
  સુરત મહાનિરિક્ષક રાજકુમાર પાંડિયનની સૂચના મુજબ પોલીસ અધિક્ષક ઉષા રાડાના માર્ગદર્શન મુજબ પીઆઇ એ. પી. બ્રહ્મભટ્ટ ની ટીમના હેડકોન્સ્ટેબલ દિપકભાઇ અને હરેશભાઇએ કડોદરા વિસ્તારમાં હાથ ધરેલા પેટ્રોલિંગ દરમિયાન ચાર રસ્તા પર હોટેલ ચામુંડા પાસે એક મહિલાને એકલી હાલતમાં જોઇ તેની પ્રત્યે સહાનુભૂતિ દાખવી પુછતાછ કરી હતી. જેમાં તેણીએ પોતાનું નામ કાજલ જણાવ્યું હતુ. જેની તપાસ માટે તેમણે પોકેટ કોપ એપ્લિકેશનમાં જોતાં કાજલ ગુમ થઇ હોવાની ફરિયાદ ડિંડોલી પોલીસ મથકે નોંધાઇ હોવાનું જોવા મળ્યું હતુ. જેના પગલે તેમણે કાજલને પોલીસને સોંપી વધુ તપાસ હાથ ધરી હતી.

(10:24 pm IST)