ગુજરાત
News of Thursday, 4th January 2018

પાટણના કુણઘેર રોડ પર વસ્ત્રાલ કેનાલમાં અઢી વર્ષના બાળકનું ડૂબી જતા કરુણ મોત

રમતી વેળાએ અચાનક કેનાલમાં ગરકાવ ;સ્થાનિક તરવૈયા બાળકને બચાવવા પ્રયાસો નિષફ્ળ

પાટણ :પાટણના કુણઘેર રોડ પર વસ્ત્રાલ કેનાલમાં અઢી વર્ષના બાળક નું ડૂબી જતા મોત નીપજ્યું હતું કેનાલમાં ડૂબી ગયેલ આ બાળકના મૃતદેહને સ્થાનિક તરવૈયાઓની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો.આ બાળક રમતી વખતે કેનાલમાં ગરકાવ થઇ ગયું હતું.બાળકના મૃતદેહને હોસ્પિટલ ખસેડાયો આવ્યો હતો.

અ સ્થાનિક તરવૈયાઓ દ્વારા બાળકને બચાવવાના પ્રયત્નો કરાયા હતા. ત્યારબાદ પાલીકાની રેસ્કયુ ટીમે પણ ઘટના સ્થળે પહોંચી બાળકની શોધખોળ કરી હતી.

(12:24 am IST)