News of Thursday, 4th January 2018
હું હાનિકારક નથી :પદ હંમેશા સામુહિક જવાબદારીનો બોજ હોય છે મોભાનું પ્રતીક નહીં :પરેશ ધાનાણીનું ટ્વીટ
ચૂંટણીમાં હરીફાઈ હોય અને 'પદ'ની પસંદગીમાં સર્વાનુમતિ. પણ, 'પદ'ની પસંદગીમાં હરીફાઈનો હિસ્સો બનવું હંમેશા હાનીકારક નિવડે છે.!
અમદાવાદ ;કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીનું નામ વિપક્ષના નેતા પદે નિશ્ચિત મનાઈ રહ્યું છે.ત્યારે પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને પક્ષના જ નેતાઓને આડકતરી રીતે જવાબ આપ્યો છે.
પરેશ ધાનાણીએ ટ્વીટમાં લખ્યું છે કે, 'પદ' હંમેશા સામુહિક જવાબદારીનો બોજ હોય છે, મોભાનું પ્રતિક નહીં. એટલે જ ચૂંટણીમાં હરીફાઈ હોય અને 'પદ'ની પસંદગીમાં સર્વાનુમતિ. પણ, 'પદ'ની પસંદગીમાં હરીફાઈનો હિસ્સો બનવું હંમેશા હાનીકારક નિવડે છે.! હું હાનિકારક નથી :પદ હંમેશા સામુહિક જવાબદારીનો બોજ હોય છે મોભાનું પ્રતીક નહીં :પરેશ ધાનાણી .! હું હાનિકારક નથી.- પરેશ ધાનાણી, ધારાસભ્ય, કોંગ્રેસ
(12:11 am IST)